સોમવારની રાત્રીથી સુરત શહેર સહિત જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે તા.૦૨જી જૂલાઈના રોજ સવારના ૦૬થી સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૦૯ મી.મી.થી લઈ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી સાંજના ૦૫ વાગ્યા સુધીની ૩૦૬.૧૯ ફુટ નોંધાઈ જ્યારે સુરતના વિયરકમ કોઝવેની સપાટી સાંજના ૦૪ વાગ્યા સુધીની ૬.૭૭ મીટર નોંધાઈ છે.
સુરત સિટી સહિત જિલ્લાના તાલુકા મુજબ વરસાદની વિગતો જોઈએ તો, ઓલપાડ તાલુકામાં પોણા બે ઈંચ, ઉમરપાડામાં એક ઈંચ, મહુવામાં એક ઈંચ, માંગરોળમાં ૮ મી.મી., માંડવીમાં ૧૦ મી.મી., કામરેજમાં ૧૭ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૧ મી.મી., પલસાણામાં ૩૨ મી.મી., બારડોલીમાં ૨૧ મી.મી. અને સુરત શહેરમાં ૦૯ મી.મી.વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે દિવાલ પડવાના, પતરાઓ ઉડવાના બનાવો બન્યા છે. જેમાં મહુવા તાલુકાના નળધરા ગામે ભારે પવનના કારણે મધુબેન બાબુભાઈ ઘરના પતરા ઉડયા હતા. દેદવાસણ ગામે ભનુભાઈના ઘરની બાજુની દિવાલ પડી હતી ઉપરાંત ગોપળા ગામના બીલાબેન પટેલના કાચા ઘરની છત તુટી ગઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, લો-લેવલ કોઝવે ઓવર ટોપીંગના કારણે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના ઓલપાડના છ, માંડવીના ત્રણ, પલસાણાના ચાર અને બારડોલીના ૨૦ મળી કુલ 33 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
જેમાં માંડવીમાં ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ, બારડોલીના વાંકાનેર પારડી વાલોડ રોડ, જુની કીવાડ ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઇનીગ શામપુરા રોડ, વડોલી બાબલા રોડ, ખોડ પારડી વાધેચા જોઇનીંગ રોડ, નસુરા મસાડવગા રોડ, સુરાલી કોટમુંડાથી બોલ્ધા રોડ, સુરાલી ધારીયા ઓવારા રોડ, વડોલી અંચેલી રોડ, સુરાલી સવિન જકાભાઇનાં ધરથી ધારિયા કોઝવે રોડ, રાયમ ગામે વોટરવર્ક થી સ્મશાન જતો રોડ, ખોજ પારડીથી વાધેચા રોડ, બામણીથી ઓરગામ રોડ, ટીમ્બરવા કરચકા રોડ, રામપુરા એપ્રોંચ રોડ, અકોટી આશ્રમશાળા રોડ, કંટાળી ભામૈયા રોડ, તાજપોર ગામથી રગડ ખાડી તરફનો રોડ, પલસાણાના ઓલ્ડ બી.એ.રોડ પાર્સીંગ થ્રુ અલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ, બગુમરા બલેશ્વર રોડ, બગુમરા તુંડી રોડ, તુંડી દસ્તાન રોડ,ઓ લપાડના કુભાર ફળીયા રુદ્ર ફળિયા રોડ, પરિયા માધર રોડ, વિહાણ કણભી રોડ, કંથરાજ સિથાણ ખાલીપોર રોડ, અટોદરા અછરણ સિથાણ રોડ અને ટકારમા કદરામાં રોડ બંધ કરવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો જઈ શકશે તેમ માર્ગ મકાન વિભાગ(પંચાયત) પાસેથી વિગતો પ્રાપ્ત થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login