ઓવેરિયન કેન્સરને કારણે નાનીના મૃત્યુ પછી સુરત ની શિવાની મિતલ અને પોતાની એક મિત્ર સાથે મળી મહિલાઓને જાગૃત કરવાનાં હેતુસર ઓર્ગેનિક સેનિટરી પેડ સ્ટાર્ટઅપ ની શરૂઆત કરી છે. એટલું જ નહીં શિવાની યુક્રેન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત વિસ્તારની મહિલાઓને ફ્રી સેનેટરી પેડ અને અન્ય જરૂરી ડીગનીટી કીટ પણ આપી રહી છે.
લંડન જેવા શહેરમાં ઉદ્યોગસાહસિકતા જેવા વિષયમાં માસ્ટર ડિગ્રી કરનાર સુરતની 28 વર્ષીય શિવાની મિત્તલ 40 લાખ રૂપિયાની નોકરી છોડીને ભારત એક ખાસ ઉદ્દેશ્ય સાથે આવી હતી. જ્યારે શિવાની મિત્તલને ખબર પડી કે તેની નાની ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામી છે.રીસર્ચ કરતા તેણી ને ખબર પડી કે વિશ્વભરમાં બીજા મિનિટે મહિલાઓ સર્વાઇકલ કેન્સર કે ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામે છે. જેની પાછળ મુખ્ય કારણ અન હાઈજિન અને કેમિકલ યુક્ત પેડ પણ છે.
જેથી શિવાનીએ પોતાની એક બેહનપણી સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ અંગે શિવાનીએ કહ્યું કે અમે ઓવેરીયન અને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એક હાઇજીન ઓર્ગેનિક પેડ બનાવીએ છે. જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય સેનિટરી પેડ્સને નાશ થવામાં 500 વર્ષ લાગે છે. જે પૃથ્વી માટે હાનિકારક છે અને તેમાં રહેલા રસાયણોને કારણે મહિલાઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.એટલે જ સરળતાથી નિકાલ કરી શકાય તેવું પેડ બનાવ્યું છે જે સામાન્ય સેનેટરી પેડની કિંમત કરતાં સસ્તું છે. ઓર્ગેનિક કોટનથી બનેલા પેડ્સ બનાવવાની શરૂઆત કરી. જે કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી હોય છે. જેનાથી મહિલાઓને કેન્સર થવાના અને પર્યાવરણને નુકસાનની શક્યતા ઘટી જાય છે.
ઇઝરાયેલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે એક કીટ બનાવી છે. જે અમે ગાજા અને આસપાસના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આ ડિગ્નિટી કિટ પહોંચાડી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 5000 કીટ પહોંચાડી છે. અમે આ કિટ એનજીઓ દ્વારા ત્યાંના મહિલાઓ સુઘી પહોંચાડી રહ્યા છીએ. મહિલાઓ માટે સેનિટરી પેડ સહિત જરૂરી વસ્તુઓ આ કિટ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login