ADVERTISEMENTs

?> Sponsored Ad

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સરસાણા ખાતે SGCCIનો ૮૪મો પદગ્રહણ સમારોહ યોજાયો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિ, રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ.

સરસાણા ખાતે SGCCIનો ૮૪મો પદગ્રહણ સમારોહ / માહિતી વિભાગ, ગુજરાત.

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં SGCCI(ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ)નો ૮૪મો પદાગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વર્ષ ર૦ર૪–રપના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી વિજય મેવાવાલા અને ઉપપ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ કાર્યભાર સંભાળ્યો હતો. સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

               આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સહિત સુરતના ચોમેર વિકાસ અને ઔદ્યોગિકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે. હાલના સમયમાં રોજગારી માટે ખેતી પર આધાર રાખતો વર્ગ ઓછો થઈ રહ્યો છે. જેથી નવા આઈડિયા સાથે આગળ આવતો યુવા વર્ગ નવી તક અને પ્રોત્સાહન સાથે ઉદ્યોગોમાં ઝંપલાવી નવા આયામો પ્રાપ્ત કરે છે. જે સમાજ અને દેશના વિકાસમાં ઉપયોગી નીવડે છે. હાલના સમયમાં મોટા ઉદ્યોગો સમાજ તરફની નૈતિક જવાબદારીના ભાગરૂપે સામાજિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે. 

            વધુમાં મંત્રીશ્રીએ આવનારા ૫૦ વર્ષો માટે સુરત શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બની રહેલા મગદલ્લા તાપી રિવર બરેજ યોજના વિશે જાણકારી આપી હતી. આખા વિશ્વમાં સુરત પ્રથમ શહેર છે જેણે આગોતરા આયોજનના ભાગરૂપે આવનારા ૫૦ વર્ષો માટે પાણીની સુવિધા કરી છે એમ ગર્વભેર ઉમેર્યું હતું. સાથે જ ફરી ક્યારેય સુરતમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ આપી હતી.

             આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ SGCCIની ઉત્તમ કામગીરી બદલ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વર્ષોથી આ સંસ્થા યુવાઓને નવા ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપે છે. રાજ્યના વિકાસમાં ટેકસટાઈલ ઉદ્યોગની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે કાપડ ઉદ્યોગકારો માટે સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલિસી રિવીઝન કરાઈ રહ્યું છે. ટેકસટાઇલ ક્ષેત્રના વિકાસ માટે પી.એમ મિત્ર પાર્ક સીમાચિહ્ન સમાન પ્રોજેક્ટ બનશે જેનો લાભ સુરત તેમજ રાજ્યના કાપડ ઉદ્યોગને સવિશેષ થશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલનું અભિવાદન / માહિતી વિભાગ, ગુજરાત.

 વધુમાં તેમણે ચેમ્બરના સહકારથી આવનારા સમયમાં છેતરપિંડીના બનાવોને અટકાવી નાનામાં નાના વ્યાપારીને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાની દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી ફ્રોડ કેસોમાં વ્યાપારીઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ ટ્રાફિક નિયમ અનુસરતા સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ટ્રાફિક નિયમને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની ખાતરી આપી હતી. તેમજ ટ્રાફિક નિયમ પાલનના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સિડન્ટમાં નોંધાયેલા ઘટાડાની વિગતો આપી હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયાએ જણાવ્યું કે, ઔદ્યોગિક વિકાસની સાથે સુરત શહેરમાં પર્યાવરણ સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં સુરતના ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગકારોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. સાથે જ માનવીય અભિગમમાં અવ્વલ સુરતના ઉદ્યોગકારો દાન ધર્મમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હોવાનું જણાવી નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related