અત્યાર સુધી આપણે લોકોને ડાઇનિંગ ટેબલ ઉપર જમતા જોયા છે, પરંતુ શું ક્યારેક જોયું છે કે આ જ ડાઇનિંગ ટેબલ ઉપર ગાયો માટે કેરીનો તાજો રસ પીરસવામાં આવ્યો હોય. વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ થી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહી છે. તાજેતરમાં ફાઉન્ડર નીરવ ઠકકર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા પ્રમાણ માં સેંકડો લીટર રસ ગાયો ને પીરસાયો હતો.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠકકરે કહ્યું કે, અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડયો છે.જેના માટે છેલ્લા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે. પરંતુ અમારી સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કઢાવવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધોને માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે. તે રીતે પશુઓ માટે કેરીનલ તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું આયોજન કરાયું હતું. વડોદરાથી ફૂડગ્રેડ કારબા ભરીને 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો. એક કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપોળ પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતનું મોટું ડાઇનિંગ ટેબલ (મોટી ક્યારી) બનાવવામાં આવી છે. જેને સાફ કરીને તેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો. જેવી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને ડાઇનિંગ ટેબલ પર આવી મજાથી રસ આરોગવામાં લાગી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવકાર્યમાં નિમિત્ત બનવાનો ખૂબ આનંદ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login