ADVERTISEMENTs

મેડમ તુસાદ દુબઇ ખાતે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મીણની પ્રતિમાનું અનાવરણ.

અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રથમ સુપરસ્ટાર છે, જેનું મીણનું પૂતળું મેડમ તુસાદ દુબઇ ખાતે મુકવામાં આવ્યું છે.

અલ્લુ અર્જુન તેની ફિલ્મ "અલા વૈકુંઠપુરમૂલો" નું આઇકોનિક લાલ રંગનું જેકેટ પહેરીને આવ્યો હતો. / X / @Tussauds_Dubai

ભારતીય સિનેમાના લોકપ્રિય સુપર સ્ટાર અને યુથ આઇકોન અલ્લુ અર્જુનની મીણની પ્રતિમાનું અનાવરણ 28 માર્ચે મેડમ તુસાદ દુબઈ ખાતે બ્લૂવોટર પર સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું. મીણની પ્રતિમાનું અનાવરણમાં મોટી સંખ્યામાં ઈનફ્લુએન્સર તેમજ મીડિયા ઉપસ્થિત રહ્યું હતું. આ ઇવેન્ટ ચાર્મિંગ એકત્ર માટે ખુબ જ ધ્યાનાકર્ષક હતી.

છ વખત ફિલ્મફેર પુરસ્કાર વિજેતા અને ભારતનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અર્જુન, જેને પ્રેમથી આઇકોન સ્ટાર અને 'કિંગ ઓફ ડાન્સ' તરીકે ઓળખવામાં આવે છે, તે હવે મીણના પૂતળામાં અમર રહી જશે. મેડમ તુસાદ દુબઈમાં તેમના પ્રખ્યાત ગીત "બુટ્ટા બોમ્મા"  આધારિત થીમ ના સેટ વચ્ચે તેમની પ્રતિમાનું અનાવરણ થયું હતું.. જેથી ત્યાં હાજર રહેલા દર્શકો અને મહેમાનો આગીતના આઇકોનિક ડાન્સ સ્ટેપ ની મજા માણી શકે.

બ્લોકબસ્ટર ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલો' ના બોર્ડરૂમ ડાન્સ સીનમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની યાદ અપાવે તેવું લાલ જેકેટ પહેરીને બનાવાયેલ તેમની મીણની પ્રતિકૃતિ અલ્લુ અર્જુનની મેગ્નેટિક પર્સનાલિટી દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન દક્ષિણ ભારતના પ્રથમ અભિનેતા છેજેમની પ્રતિમા દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવી છે.

પ્રતિમાના અનાવરણ પ્રસંગે અલ્લુ અર્જુને કહ્યું કે "મેં લોસ એન્જલસમાં મેડમ તુસાદની મુલાકાત લીધી હતી અને તે ખુબજ અદભુત અનુભવ હતો! હું વિશ્વાસ કરી શકતો નથી કે, હવે મારી પણ મીણની પ્રતિકૃતિ હાજર છે. આ પ્રતિમા જોઈને, હું અત્યંત આભારી અને નમ્ર અનુભવું છું. તે અવિશ્વસનીય રીતે એટલું વાસ્તવિક છે, જાણે હું પોતાને અરીસામાં જોઈ રહ્યો છું."



Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related