યુએસ માં ચાલી રહેલ T20 વર્લ્ડકપમાં ગત રવિવાર જૂન. 9 ના રોજ ન્યુ યોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં યોજાયેલી રોમાંચક ભારત-પાકિસ્તાન મેચ ચૂકી જવી મુશ્કેલ હતી! ભારત પાકિસ્તાનની મેચ વર્ષોથી હાઈવોલ્ટેજ ડ્રામા તરીકે જોવાય છે. ત્યારે યુએસમાં પ્રથમ વખત યોજાયેલ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીયો ની સાથે સાથે કેટલાક સ્થાનિક મહાનુભાવોએ પણ મેચનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ન્યૂયોર્કના યુ. એસ. સેનેટર ચક શૂમર તેમાંથી એક હતા.
તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર પોતાના અનુભવની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, "લોંગ આઇલેન્ડ પર ભારત-પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ મેચ જોવાની ખૂબ જ મજા આવી."
So much fun to watch the India-Pakistan Cricket World Cup match on Long Island! pic.twitter.com/xuWjYQhKbX
— Chuck Schumer (@SenSchumer) June 9, 2024
ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ ખરેખર રોમાંચક રહી હતી. કારણકે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 19 ઓવરમાં માત્ર 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટિમ શરૂઆતમાં ખુબ સારી લય માં જણાઈ રહી હતી. એક સમયે ભારતીય ક્રિકેટ ચાહકોને એવું જ લાગ્યું હતું કે મેચ હાથમાંથી સરકી ગઈ છે. ભારતમાં રહેતા અને ઘરે બેસીને ટીવી પર મેચ જોઈ રહેલા ઘણા ચાહકોએ તો ટીવી પણ બંધ કરીને સુઈ ગયા હતા. પરંતુ ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાનના બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા હતા અને લો સ્કોરિંગ રહેલી મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 113 રન બનાવી હાર નો સામનો કરવો પડયો હતો.
શુમર ભારતીય ક્રિકેટ ચાહકો સાથે / X @SenSchumerછેલ્લી ઓવર સુધી રોમાંચક તબક્કામાં રહેલી મેચ જીત્યા બાદ ભારતીય ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જયારે પાકિસ્તાની ચાહકો નિરાશ થયેલા જોવા મળ્યા હતા. સ્ટેડિયમમાં બેસેલા ભારતીય ચાહકો મેચની જીત સાથે જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ત્યારબાદ સ્ટેડિયમની બહાર પણ હાથમાં ત્રિરંગો લેહરાવી ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login