ગુજરાતના ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન વાઇબ્રન્ટ સમિટ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે મહાત્મા મંદિર ખાતે યોજાશે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના સમિટમાં વિદેશી કંપનીઓ અને પાર્ટનર કન્ટ્રીઝની ભાગીદારી વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેના એક ડેલિગેશન સાથે જાપાન અને સિંગાપોરના પ્રવાસે હતા. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમ્યાન તેમણે ટોકિયો કોબે અને ત્યારબાદ સિંગાપોરનો પ્રવાસ કર્યો. જાપાન વર્ષ ૨૦૦૯થી વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની ૧૦મી આવૃત્તિમાં પણ જાપાનનો સહયોગ વ્યાપક ફલક પર વિસ્તારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના ૭ દિવસિય પ્રવાસે હતા.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માટે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે પ્રિ-ઇવેન્ટ સહિત આયોજનની તૈયારી ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં 16 દેશ અને 14 સંસ્થાઓએ ભાગીદાર તરીકે સંમતિ આપી છે. 2019ની સમિટમાં 15 જેટલા પાર્ટનર કન્ટ્રી હતા તેની સામે અત્યારે જ તેના કરતાં વધુ દેશ થઇ જતાં ઉદ્યોગ વિભાગનો ઉત્સાહ વધ્યો છે. સંમતિ આપનારા દેશોમાં જાપાન, ફિનલેન્ડ, મોરોક્કો, રિપબ્લિક ઓફ કોરિયા, મોઝામ્બિક, એસ્ટોનિયા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, UK, નેધરલેન્ડ્સ, નોર્વે, નેપાળ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, જર્મની અને ઇજિપ્તનો સમાવેશ થાય છે.
ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઈન ઈન્ડિયા, કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન, એપિક ઈન્ડિયા-યુનિવર્સિટી ઓફ શિકાગો, ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડો-કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડો-આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન-જેટ્રો, નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ, ધી કાઉન્સિલ ઓફ ઈયુ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન ઈન્ડિયા, યુએઈ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર ઇન વિયેતનામનો સમાવેશ થાય છે. 2019માં સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે 11 વ્યાપારી સંગઠનો જોડાયા હતા તેના કરતા આ વખતે 3 સંગઠનોનો વધારો થયો છે.
10મી સમિટને સક્સેસ ઓફ સમિટ તરીકે ઉજવવા રાજ્ય સરકારના આયોજન સાથે કેન્દ્ર સરકાર પણ સીધુ મોનિટરીંગ કરી રહી છે. સમિટમાં પરંપરાગત સાથે નવા સેક્ટરમાં સેમીકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login