બ્લડ કેન્સર અને અન્ય રક્તજન્ય રોગોથી પીડાતા દર્દીઓ માટે સારવાર પૂરી પાડતી NGO સાઉથ એશિયન મેરો ઇન્સ્ટિટ્યૂટ (SAMI) 2024 માં 20 નવા ચેપટર શરૂ કરશે. તેવું તેના સ્થાપક સોરેન ઘોરાલે જણાવ્યું હતું. બોન મેરો (અસ્થિમજ્જા)ની નોંધણીમાં દક્ષિણ એશિયાની નબળી રજૂઆતના મુદ્દાને ઉકેલવા માટે SAMI દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે.
ન્યૂ ઇન્ડિયા અબ્રોડ (એન.આઈ.એ.) સાથેની વાતચીતમાં ઘોરાલે કેવી રીતે સંગઠન બનાવ્યું, ભારતીય અમેરિકન સમુદાયનો પ્રતિસાદ અને SAMI માટે આગળના શું પ્લાનિંગ છે તે વિશે વાત કરી હતી.
પ્રથમ વિચાર
થોડા વર્ષો પહેલા ઘોરાલ તેની સબંધી મહિલાને હોસ્પિટલમાં મળ્યા હતા. જ્યારે તે સંબંધીએ લ્યુકેમિયાથી પીડિત બાળકને તેના અસ્થિમજ્જાનું દાન કર્યું હતું. તે સમયે તેમને સ્ટેમ સેલ દાન અથવા મજ્જા પ્રત્યારોપણનો અર્થ શું છે તે ખબર નહોતી, પરંતુ ઉત્સુકતાવશ સંશોધન પછી, તેઓ આશ્ચર્યચકિત હતા કે વ્યક્તિના અસ્તિત્વ માટે જરૂરી દવાઓ અન્ય લોકોમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને મનુષ્ય કેન્સરને મટાડવામાં અને જીવન બચાવવા માટે મદદ કરી શકે છે.
તેમણે એનઆઈએને કહ્યું, "મને જાણવા મળ્યું છે કે બ્લડ કેન્સરના દર્દીઓ માટે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જીવન બચાવી શકે છે કારણ કે ડોનરના સ્ટેમ સેલ દર્દીના રોગગ્રસ્ત સ્ટેમ સેલને બદલી શકે છે"
બોન મેરો રજિસ્ટ્રીમાં દક્ષિણ એશિયાનું યોગદાન કે રજૂઆતો.
સંશોધન દ્વારા, ઘોરાલને એ પણ જાણવા મળ્યું કે, અસ્થિમજ્જાની નોંધણીમાં દક્ષિણ એશિયનોની ઓછી રજૂઆત કરવામાં આવી હતી. તેઓ જણાવે છે કે, "હું પોતે દક્ષિણ એશિયન હોવાથી, હું મારા સમુદાયને મદદ કરવા માંગતો હતો. કારણ કે હું જાણતો હતો કે મારી જાતને, મારા મિત્રો, મારા પરિવારને અને મારા સમગ્ર સમુદાયને આની અસર થશે. તેથી મેં શરૂઆતમાં જે કર્યું તે એ હતું કે હું મારા વિસ્તારની આસપાસના સ્થાનિક દક્ષિણ એશિયાના મંદિરો સુધી પહોંચ્યો અને મેં પૂછ્યું કે શું હું એક ટેબલ ગોઠવી શકું અને અન્ય દક્ષિણ એશિયનોને સમસ્યા વિશે જણાવવા માટે માત્ર એક માહિતીપ્રદ બૂથ રાખી શકું ?આ હતી SAMIની શરૂઆત.
દર્દીઓની પ્રત્યક્ષ વાતો સાંભળીને ઘોરાલને ખબર પડી કે, દક્ષિણ એશિયાના દર્દીઓ સ્ટેમ સેલ દાતાઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અને તેમણે તેમાં બદલાવ લાવવાનું નક્કી કર્યું, એવું SAMIની વેબસાઇટ પર તેમના બાયોમાં લખવામાં આવ્યું છે. આ સંગઠનની રચના જુલાઈ 2023માં થઈ હતી.
ઘોરાલ U.S. માં સૌથી મોટી બોન મેરો રજિસ્ટ્રી નેશનલ મેરો ડોનર પ્રોગ્રામ (NMDP) માં ગયા હતા, જેમણે તેમના પ્રયત્નોને માન્યતા આપી અને તેમને સ્વેબ કિટ જેવા પુરવઠો પૂરો પાડ્યો. "વાસ્તવિક સ્વેબ કિટ સાથે, હું હવે મંદિરોમાં જઈ શકું છું અને લોકોને દાતા બનવા માટે સીધી નોંધણી કરાવી શકું છું, તેથી મેં તે જ કર્યું. જુલાઈની આસપાસ આ સમયે, મારી પાસે સ્વયંસેવકોનું એક ગ્રુપ હતું, અને અમે દક્ષિણ એશિયાના મોટા મેળાવડાઓમાં ટેબલ ગોઠવતા, જેમ કે સંગીત જલસા, મંદિર કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો અથવા અન્ય કંઈપણ. આ તબક્કે, અમે સેંકડો દાતાઓની નોંધણી કરી છે અને વધુમાં વધુ લોકોના જીવન બચાવવા માટે દાતાઓની નોંધણી ચાલુ રાખવાની આશા રાખીએ છીએ.
નોંધણી કરાવનાર તેમના ગાલના સ્વેબ કર્યા પછી, SAMI સ્વેબ કિટને NMDP અને DKMS ને પ્રક્રિયા માટે મોકલી આપે છે. આ સંસ્થાઓ તે નોંધણીકર્તાને તેમની રજિસ્ટ્રીમાં ઉમેરે છે અને જો તેઓ કોઈક સાથે મેચ થતાં હોય તો તેમનો સંપર્ક કરે છે.
ભારતીય અમેરિકન સમુદાયનો પ્રતિસાદ
SAMI એ ભારતીય અમેરિકન સમુદાય સાથે અને જ્યાં તેઓ ડોનેશન માટે અભિયાન ચલાવે છે. તે વિસ્તારોની આસપાસના હિન્દુ મંદિરો સાથે સારો એવો ઘરોબો કેળવી લીધો છે.
હાલમાં, આ સંસ્થા શોભા નામક કેલિફોર્નિયાના ભારતીય અમેરિકન દર્દી સાથે કામ કરી રહી છે.
"અમે શોભાનું જીવન બચાવવા માટે સક્રિયપણે ડોનરની ભરતી કરી રહ્યા છીએ. ડોનરનો પ્રતિસાદ આશ્ચર્યજનક રહ્યો છે, અને ઘણા ભારતીયો SAMI જે કરી રહ્યું છે તેના માટે અત્યંત આભારી પણ છે. તેમાંના ઘણાએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ વિશે ક્યારેય સાંભળ્યું નથી, પરંતુ વધુ જીવન બચાવવા માટે વધુ દાતાઓની ભરતી કરવાના SAMIના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
U.S. ના સાંસદોને ઘોરાલનો સંદેશ
ઘોરાલ ઇચ્છે છે કે, કાયદા બનાવનારાઓ બોનમેરો રજિસ્ટ્રીઓમાં ભારતીય અમેરિકન સમુદાયની સખત રજૂઆતને ઓળખે અને લોહીના કેન્સરના દર્દીઓના જીવનને સુધારવામાં મદદ કરે.
"હું માનું છું કે, સરકાર સ્ટેમ સેલ દાતાઓની સંખ્યા વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. હું આ મુદ્દે રસ ધરાવતા કોઈપણ કાયદાકારોને SAMI સુધી આવવા આમંત્રણ આપું છું, અને અમારા સહયોગ દ્વારા, અમે જાગૃતિ લાવી શકીએ છીએ અને ભારતીય-અમેરિકન સમુદાયમાં વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચી શકીએ છીએ, "તેમણે કહ્યું, નીતિમાં ક્યાંક ફેરફારો ઉમેરવાથી SAMI ને તેના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે.
SAMI ની ભવિષ્યની યોજનાઓ
હાલમાં, SAMI સિએટલમાં કાર્યરત છે, અને સંસ્થા શહેરની બહાર તેની કામગીરીનું વિસ્તરણ કરવા અને દેશભરમાં અન્ય શાખાઓ શરૂ કરવા માટે કામ કરી રહી છે.
"અમે 2024 માં 20 નવા ચેપ્ટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ અને દેશભરમાં વધારાના 480 ડ્રાઇવ્સ હોસ્ટ કરીશું. રાષ્ટ્રવ્યાપી ચેપ્ટર સાથે, SAMI વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને હજારો વધુ દાતાઓની નોંધણી કરશે "
SAMI સાથે સ્વયંસેવક બનવા ઈચ્છતા લોકો તેમની વેબસાઇટ પર "Contact us" વિભાગ દ્વારા અથવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને તેમનો સંપર્ક કરી શકે છે. જેઓ ઘરેથી દાતા તરીકે નોંધણી કરાવવા માંગતા હોય, તેઓ સ્વેબ કીટ મેળવવા માટે 61474 પર "SAMI" ટેક્સ્ટ કરીને મેળવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login