ADVERTISEMENTs

ઈલોન મસ્કે શા માટે H-1B વિઝાની મર્યાદા વધારવાની તરફેણ કરી?

ટેસ્લાના CEO ઈલોન મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધુ કુશળ કામદારોને કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવા અંગે ભારપૂર્વક વાતચીત કરી છે.

Elon Musk / Google

શા માટે H-1B વિઝાની મર્યાદા વધારવાની તરફેણ

ટેસ્લાના CEO ઈલોન મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધુ કુશળ કામદારોને કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવા અંગે ભારપૂર્વક વાતચીત કરી છે. X પરની એક પોસ્ટમાં મસ્કે કહ્યું કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવું સરળ છે, પરંતુ ઇમિગ્રન્ટ્સ માટે કાયદેસર રીતે અમેરિકા આવવું અત્યંત મુશ્કેલ છે.

મસ્કના મતે આ ગાંડપણ છે. તેમણે કહ્યું કે આપણે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશન રોકવું જોઈએ અને કાનૂની ઈમિગ્રેશન વધારવું જોઈએ. હકીકતમાં મસ્ક BOX CEO એરોન લેવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટનો જવાબ આપી રહ્યો હતો, જેમાં છેલ્લા બે દાયકામાં H-1B અરજદારોની સંખ્યામાં થયેલા વધારા અંગેનો ડેટા શેર કર્યો હતો.

કાયદેસર ઇમિગ્રન્ટ્સને પ્રતિબંધિત કરવા માટે અમેરિકન સરકારની ટીકા કરવા ઉપરાંત મસ્કે અમેરિકામાં ગેરકાયદેસર આવતા લોકોને રોકવા માટે પૂરતું કામ ન કરવા બદલ બિડેન વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમણે X પર કહ્યું કે આ સમયે, એવો કોઈ પ્રશ્ન નથી કે આ વહીવટીતંત્ર સક્રિયપણે ગેરકાયદેસર ઈમિગ્રેશનની સુવિધા આપી રહ્યું છે. આંકડાઓ પોતે જ આના સાક્ષી છે.

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા

H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. જે અમેરિકન કંપનીઓને ટેકનિકલ કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આ વિઝા આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર આધાર રાખે છે.  અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) અનુસાર, કોંગ્રેસ દ્વારા નિર્ધારિત 65,000 એચ-1બી વિઝાની વાર્ષિક મર્યાદા અને વીસ હજાર એચ-1બી વિઝા યુએસ એડવાન્સ્ડ ડિગ્રી વેવર (માસ્ટરની કેપ)માં સામેલ છે. યુએસસીઆઈએસના જણાવ્યા અનુસાર, તેને 2024 માટે પૂરતી સંખ્યામાં અરજીઓ મળી છે.

છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન મુખ્ય મુદ્દો રહ્યો છે. ગત અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સે યુએસ-મેક્સિકો સરહદ પર ચાર કાનૂની સરહદ ક્રોસિંગ ફરીથી ખોલ્યા. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ બોર્ડર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર ઇમિગ્રેશનની ઘટનાઓમાં ઘટાડો થયો છે. અમેરિકા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી એક પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ઇગલ પાસ, ટેક્સાસ ખાતેનો આંતરરાષ્ટ્રીય પુલ, એરિઝોનામાં બે ક્રોસિંગ અને કેલિફોર્નિયાના સાન ડિએગો નજીકના એક ક્રોસિંગઈશ્યુમાં ફરીથી કામગીરી શરૂ કરશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related