ADVERTISEMENTs

આખરે નિકી હેલીએ કેમ કીધું કે, 'રાષ્ટ્રપતિ બનીશ તો કોંગ્રેસના સભ્યોને રૂમમાં બંધ કરી દઈશ'

અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન દાવેદારો પૈકી એક નિકી હેલીએ ફરી એકવાર પ્રવાસીઓ વિશે આકરી ટિપ્પણી કરી દીધી છે.

Nikki Haley / Google

અમેરિકામાં 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન દાવેદારો પૈકી એક નિકી હેલીએ ફરી એકવાર પ્રવાસીઓ વિશે આકરી ટિપ્પણી કરી દીધી છે. તેમણે ગેરકાયદેસર સ્થળાંતરની કટોકટીને લઈને સાંસદોના ઢીલા વલણ ઉપર નિશાન સાધ્યું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો સાંસદોને રૂમમાં બંધ કરી દેશે.

આ પાછળ સમગ્ર હકીકત વિશે વાત કરવામાં આવે તો ફોક્સ ન્યૂઝના પત્રકારે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ગ્રિફ જેનકિન્સે, નવા CBP ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરથી 2 લાખથી વધુ સ્થળાંતરીઓએ દેશની દક્ષિણ સરહદ પર અડ્ડો જમાવી દીધો છે. દરરોજ સરેરાશ 10 હજારથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે.

ગ્રિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુમાં જણાવ્યું હતું તો, 1 ઓક્ટોબરથી શરૂ થયેલું નાણાકીય વર્ષ 2024માં જોવામાં આવે તો 6,86,000થી વધુ પ્રવાસી દક્ષિણી સીમા પર આવ્યા છે, આ મુદ્દે તેમનું શું વલણ છે? આના પર નિકીએ X પર પોતાના જવાબમાં કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ સંખ્યામાં પ્રવાસીઓ અમારી સરહદો પર આવી રહ્યા છે.

'રાષ્ટ્રપતિ બનીશ તો કોંગ્રેસના સભ્યોને રૂમમાં બંધ કરી દઈશ'

નિકીએ વધુમાં કહ્યું કે એક તરફ વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, તો બીજી તરફ સેનેટના સભ્યો રજાઓમાં શહેરની બહાર ગયા છે. જો હું પ્રમુખ બનીશ તો કોંગ્રેસના સભ્યોને રૂમમાં બંધ કરી દઈશ અને કહીશ કે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ તેમના ઘરે જવા દેવામાં નહીં આવે.

નિકી હેલી પોતે ભારતીય મૂળના ઇમિગ્રન્ટ્સનું સંતાન છે, તેમ છતાં તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં જ્યારે તે સાઉથ કેરોલિનાની ગવર્નર હતા ત્યારે તેમણે દેશના ઘણા કડક ઈમિગ્રેશન કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

તેમના પ્રમુખપદના પ્રચાર દરમિયાન નિકીએ કહ્યું છે કે જો તેને તક મળશે, તો તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવા ઇમિગ્રેશન એજન્ટોનો ઉપયોગ કરશે. તે એવા પગલાં લેશે જેનાથી બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ માટે નોકરી મેળવવાનું મુશ્કેલ બનશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related