સુરતમાં રત્નકલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ, પીવાના પાણીમાં ઝેર ભેળવાયું
April 2025 28 views 02 min 21 secસુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં નાંખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચ) મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. ઉતાવળે રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી.