કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને વેપારીઓ સામસામે, ધારાસભ્ય પણ સમર્થનમાં.
April 2025 21 views 02 min 18 secવરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસાની રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા. કંપનીના ગેટ પાસે જ ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રીટર્નના કેસો પરત ખેંચવાની માગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર ધરણા પર બેઠા છે તેવી જાણ થતાં જ તેઓ પોતે તેમને સહાનુભૂતિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા.