ગંગાસ્વરૂપ બહેનો માટે આશીર્વાદ સમાન ગુજરાત સરકારની યોજના.
February 2025 82 views 01 min 58 secગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.તો આવો, જાણીએ કેવી રીતે આ યોજના અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 'ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના' ગંગા સ્વરૂપા માતાઓ- બહેનો માટે જીવનસંધાન બની છે. ગંગા સ્વરૂપાઓને ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બની છે.