વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે.
February 2025 82 views 01 min 10 secઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન એટલે કે ગુજરાતની મુલાકાતે આવનાર છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત સાથે મોદીને અલગ જ લગાવ છે. આગામી તારીખ 7 અને 8 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવશે. જેમાં 7 તારીખના રોજ તેઓ સુરતના લીંબાયત ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર સભા સંબોધશે. ત્યારબાદ રાત્રી રોકાણ સુરત સર્કિટ હાઉસ ખાતે કરશે અને બીજા દિવસે 8 માર્ચના રોજ નવસારી ખાતે મહિલા દિવસના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.