88 બિલિયન ડોલરની નિકાસ સાથે ગુજરાત ભારતનું નિકાસ હબ બન્યું
March 2025 52 views 02 min 39 secશું આપ જાણો છો કે ભારતમાંથી નિકાસ કરતાં ટોચના 25 જિલ્લાઓમાંથી 8 જિલ્લાઓ ગુજરાતના છે. સુરતના હીરાની ચમક હોય કે જામનગરના પેટ્રોકેમિકલ્સની તાકાત, અમદાવાદના ફાર્માસ્યુટિકલ્સની અસર હોય કે કચ્છની કેરીની મીઠાશ—ગુજરાતનું નિકાસ ક્ષેત્ર દેશમાં જ નહીં,પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે. ચાલો, જાણીએ કેવી રીતે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે ? વર્ષ 2024માં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ગુજરાતે 88.16 બિલિયન યુ.એસ.ડોલર્સની ચીજવસ્તુઓ-સેવાઓની નિકાસ કરી. મતલબ,ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 27 ટકાથી વધુ હતો. ગુજરાત વૈવિધ્યસભર ચીજવસ્તુઓની નિકાસ કરે છે.