પહલગામ હુમલાને લઈને વિહિપ અને આપ દ્વારા પ્રતિક્રિયા
April 2025 26 views 02 min 32 secવિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ ડૉ. સુરેન્દ્ર જૈને જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બનેલી ભયાનક આતંકવાદી ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ઈસ્લામિક જેહાદી પાકિસ્તાન અને તેના કાશ્મીરી સ્લીપર સેલ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરો અને ખીણમાં ફરી માથું ઊંચકવાની હિંમત કરી રહેલા ધાર્મિક આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડયો હતો અને જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ આ કાયરતાપૂર્વક કામ કર્યું છે તેના માટે તેમને ક્યારેય પણ માફ કરી શકાય તેમ નથી. કેન્દ્ર સરકાર જે પણ કદમ ઉઠાવશે તેમાં અમારું સમર્થન છે.