PM મોદીને 25 કિલોની પાઘડી ભેટમાં અપાશે રાજકોટના કારીગર
April 2025 25 views 01 min 19 secરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાઘડીનું ખાસ મહત્ત્વ છે. ત્યારે રાજકોટમાં આંટીવાળી પાઘડી બનાવતા એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમમાં ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. વડાપ્રધાનની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. PMના શાસનકાળને 10 વર્ષ થયાં હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી છે. એટલું જ નહીં PM મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે.