આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ છે માતા પુત્રી
April 2025 29 views 02 min 43 secસુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડીયા ગામના ૪૪ વર્ષીય આદિવાસી મહિલા ખેડૂત સરલાબેન રાઠોડ અને તેમના ૬૫ વર્ષીય માતા નયનાબેન તેનું ઉત્તમ ઉદાહરણ છે. છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગાયના છાણના ખાતર તેમજ ગૌમૂત્ર આધારિત કેળાં અને હળદરની પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. પ્રાયોજના વહીવટદાર કચેરી-માંડવી દ્વારા ટીસ્યુ કલ્ચર બનાના યોજના હેઠળ સરલાબેનને ૨.૫૦ વીઘા જમીનમાં ૧૫૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ, ૪૫ બેગ સિટી કમ્પોઝ, ૧૦ બેગ યુરિયા, ૮ બેગ પોટાસ અને અન્ય ફૂગનાશક દવાઓનો લાભ મળ્યો છે. ૧૫૦૦ ટીસ્યુ કલ્ચર બનાના પ્લાન્ટ થકી કેળાની ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે.