વિશ્વ રેડિયો દિવસે મળો સુરતના અનોખા રેડિયો લવરને.
February 2025 99 views 01 min 20 secસુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ધવલ ભંડારીને રેડિયોનો શોખ તેમના દાદાથી વારસામાં મળ્યો હતો. દાદાનો શોખ માત્ર જાળવી રાખવાનો જ નહોતો, પરંતુ ધવલભાઈએ તેને વધુ ઊંચાઇએ લઈ જવાનો નિર્ણય કર્યો. વર્ષોથી તેઓ રેડિયોના અનોખાં મોડેલ એકત્ર કરી રહ્યા છે, જેમાંથી કેટલાંક તો ઘણાં દુર્લભ છે અને આજે પણ ધ્વનિ પ્રસારણ માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે. વિશ્વ રેડિયો દિવસના અવસરે, જ્યારે લોકો સ્માર્ટફોન અને ડિજિટલ મીડિયા તરફ વધારે વળ્યા છે, ત્યારે સુરતના એક રેડિયોપ્રેમી એવા ધવલ ભંડારી આજે પણ રેડિયોના શોખને જીવંત રાખી રહ્યા છે. તેઓએ અલગ-અલગ બ્રાન્ડના, દેશી-વિદેશી અને જૂના-નવીન 200થી વધુ રેડિયોનું અનોખું કલેક્શન બનાવ્યું છે.