ડો.એસ જયશંકરે દત્તક લીધેલા ગામોને 11.66 કરોડના વિકાસ કામોની ભેટ આપી
April 2025 93 views 03 min 26 secભારત સરકારના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. બીજા દિવસે રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની MPLADSની ગ્રાન્ટમાંથી રૂપિયા 2.50 કરોડના ખર્ચે એક્સ્પાન્સન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું. જિમ્નેશિયમના રમતવીરોના કૌશલ્ય-કરતબને પણ નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ ઉભરતા નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જે બાદ તેમણે લાછરસ ગામે સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કર્યું હતું.