શિવરાત્રીના મહાપર્વ માટે તૈયાર થઇ રહ્યા છે ઘી ના કમળ.
February 2025 78 views 02 min 08 secભગવાન શિવને રિઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ લોકોને પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે. પ્રકાશભાઈ અને તેમનો પરિવાર શુદ્ધ ઘીમાંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નીસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે. પ્રકાશભાઈ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.