વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ દાદા ના દર્શન કરી ગીર સફારીની મઝા માણી.
March 2025 76 views 02 min 05 secવડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગઈકાલે (રવિવાર) જામનગર, સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહદર્શન કરવા પહોંચ્યા હતા. સિંહદર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા, જે બાદ વર્લ્ડ વાઈડલાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક પહેલાં મોદીએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કર્યો અને રિવર ડોલ્ફિનની વસતિ અંગેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. સાસણથી વડાપ્રધાન રાજકોટ જવા રવાના થયા હતા. રાજકોટ પહોંચ્યા બાદ દિલ્હી જવા રવાના થયા હતા.