રુબિકસ ક્યુબ સોલ્વ કરવામાં દસ વર્ષનો સાર્થક ચેમ્પિયન, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું.
February 2025 65 views 02 min 07 secસુરતનો દસ વર્ષીય સાર્થક અનોખી રીતે રુબિકસ ક્યુબ સોલ્વ કરવામાં માસ્ટર બન્યો છે. સામાન્ય રીતે લોકો બેઠા બેઠા કે ઉભા રહી ને રુબિકસ ક્યુબ સોલ્વ કરતા હોય છે. પરંતુ સાર્થક આ બધાથી અલગ ઊંધા માથે લટકીને સોલ્વ કરવામાં માહેર છે. જેના માટે સાર્થકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. સાર્થકના જણાવ્યા મુજબ ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા રુબિકસક્યુબ સોલ્વ કરવાનું બતાવવામાં આવ્યું હતું. તેંડુલકરના પોસ્ટ કરેલા આ વીડિયોથી પ્રેરણા લઈને સાર્થક બે વર્ષની મહેનત બાદ રુબિકસ ક્યુબ સોલ્વ કરવામાં માસ્ટર બન્યો છે. આ જર્નીમાં તેના માતાપિતાનો પણ પુરે પૂરો સહયોગ મળ્યો હતો.