દક્ષિણ ગુજરાતના પશુપાલકોને પશુદીઠ 100 રૂપિયામાં વીમો આપશે સરકાર.
March 2025 61 views 01 min 27 secદક્ષિણ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પશુ દીઠ માત્ર 100 રૂપિયાના નજીવા દરે પશુઓનો વીમો ઉતરાવી શકાય તેવી યોજના શરુ કરવામાં આવી છે. જે માટે રાજ્ય સરકારે ICICI બેન્ક સાથે સહયોગ કરી આ વીમો પશુપાલકોને આપવાની જાહેરાત કરી છે. આ વીમા થકી માત્ર 100 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં પશુપાલકોને તેમના પશુના આકસ્મિક મૃત્યુ સમયે 40000 સુધીની રકમ મળવાપાત્ર રહેશે.