અમેરિકાથી પરત આવેલ ભારતીયોમાં સુરતનો પટેલ પરિવાર.
February 2025 112 views 01 min 27 secઅમેરિકાએ બુધવારે તેની નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી દેશનિકાલ કર્યા. અમેરિકન સૈન્યનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર તેમને લઈને બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે 2 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાં પંજાબના 30, ગુજરાત અને હરિયાણાના 33-33 લોકોનો સમાવેશ થાય છે. જેમાં સુરતના ચાર લોકો છે જે એકજ પરિવારના પતિ-પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવાર સુરતના ડીડોલી ખાતે આવેલ શુભ વાટિકા માં રહેતો હતો જે એક વર્ષ પહેલા પોતાનું ઘર વેચીને અમેરિકા સ્થાયી થવા માટે ગયા હતા. તેમનું ઘર જેમણે ખરીદ્યું તે પ્રફુલ પટેલની સાથે વાત કરતા જાણવા મળ્યું કે વિદેશ જનાર કેતુલભાઈ પટેલ મૂળ મહેસાણા ના વતની છે અને એક વર્ષ પહેલા પોતે સ્થાયી થવા જવાના હોવાનું જણાવી આ ઘર વેચ્યું હતું. ઘર ખરીદી લીધા બાદ તેઓ કોઈ સંપર્કમાં ન હતા. કેતુલભાઈ ના પરિવારને ભારત પરત ફરવું પડ્યું છે તે જાણીને દુઃખ થયું હોવાનું તેમણે જણાવ્યું.