ભારતીય ન્યાય સંહિતામાં થયેલ નવા પ્રાવધાન અંગે મોદી શું બોલ્યા ?
March 2025 76 views 01 min 29 secવિશ્વ મહિલા દિવસે મહિલાઓની સુરક્ષા માટે સરકારે લીધેલા અનેકવિધ પગલાંઓ, નિર્ણયોની છણાવટ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, મહિલા અપરાધો આચરતા ગુનેગારોને સખ્ત અને ઝડપી સજા થાય એ માટે દેશમાં ૮૦૦ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે. જેના થકી રેપ અને પોકસોના ત્રણ લાખ કેસોમાં ઝડપી ચૂકાદાઓ આવ્યા છે અને સમાજના રાક્ષસોને ફાંસી, આજીવન કેદ જેવી કડક સજા મળી છે. રેપ કેસમાં ૭ દિવસમાં આરોપપત્ર તેમજ ૪૫ દિવસમાં સજા થાય એવી જોગવાઈ કરી છે.