118 રત્નકલાકારની હત્યાનો પ્રયાસ કરનારો ઝડપાયો
April 2025 19 views 01 min 30 sec
સુરતમાં 118 રત્નકલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેશભાઈ દેવમુરારિને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે.નિકુંજે મિત્ર પાસેથી 10 લાખ ઉધાર લીધા હતા. જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો અને કોઈને ખબર ન પડે તે માટે સેલ્ફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું.