ખેલ મહાકુંભ થકી સુરતના એક યુવાને તલવારબાજીમાં કારકિર્દી બનાવી.
February 2025 75 views 02 min 25 secરમતવીરોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય અને તેને વ્યાપક ફલક મળે તે હેતુથી ગુજરાત સરકારે વર્ષ 2010માં'ખેલ મહાકુંભ'ની શરૂઆત કરી હતી. આ ખેલ મહાકુંભના કારણે રાજ્યના સંખ્યાબંધ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક સાંપડી છે. સચિન પટ્ટણી આવા જ એક ખેલાડી છે, જેમનું તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું સપનું સાકાર થયું છે.2017માં ફેન્સિંગ એટલે કે તલવારબાજીની રમતમાં કારકિર્દી ઘડનારા સચિન પટણીએ 2018માં લંડનમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું. સચિને ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.