શ્રવણશકતિમાં 100% દિવ્યાંગ હોવા છતાં રાયફલ શૂટિંગમાં માસ્ટર સુરતનો મોહમ્મદ વાનિયા.
January 2025 9 views 01 min 08 secવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘યંગ ઈન્ડિયા’ને ‘ખેલો ઇન્ડિયા’ થકી પ્રેરણા આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે શરૂ કરેલા ‘ખેલમહાકુંભ’ રમતોત્સવનો ઉદ્દેશ રાજ્યના ખૂણે-ખૂણે છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો. આ પરંપરાને આગળ વધારીને રાજ્ય સરકાર રમતગમતને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા.. જે ૧૦૦% શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-૨૦૨૪માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર એર રાઈફલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક સિલ્વર તથા ઈન્ડ્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.. મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.