IPL માં દર્શકો જે ઝંડા લહેરાવે છે તે સુરતની ફેકટરીમાં બને છે.
March 2025 51 views 01 min 48 secહાલ વિશ્વની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝ ઈવેન્ટ્સ માંથી એક એવી IPL શરુ થઇ છે. IPL ની સાથે જ ICC ની લગભગ મોટાભાગની ઇવેન્ટ્સમાં વાપરવામાં આવતા ફ્લેગ્સ સુરતની એક ફેકટરીમાં બની રહ્યા છે. ગત વર્ષે અમેરિકામાં યોજાયેલ T20 વર્લ્ડકપમાં ભાગ લેનાર તમામ ટીમના રાષ્ટ ધ્વજ પણ સુરતની આ કંપની દ્વારા જ બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ ઝંડાઓ વેસ્ટ માંથી બેસ્ટ પદ્ધતિ થી બનાવવમાં આવે છે. સાથે જ રિસાયકાલેબલ મટીરીયલ હોવાથી તેનો ફરીવાર પણ ઉપયોગ થઇ શકે છે. જેથી પર્યાવરણને પણ ઘણો ફાયદો થાય છે. હાલ શરુ થયેલ IPL માં પણ મોટાભાગ ની ટિમ ના ઝંડા અહીંથી જ મોકલવામાં આવ્યા છે.